JW લાઇબ્રેરી એપ* એ રીતે બનાવવામાં આવી છે કે એની મદદથી તમે બાઇબલ વાંચી શકો અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરી શકો. એમાં તમે બાઇબલ આધારિત સાહિત્ય, વીડિયો અને ઑડિયો પ્રોગ્રામ ડાઉનલોડ કરી શકો છો, જેથી તમે એને ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ જોઈ શકો.
વિવિધ બાઇબલ અનુવાદ
· ઈશ્વરનો શબ્દ, એટલે કે બાઇબલ વાંચો અને એની સરખામણી બીજા બાઇબલ અનુવાદો સાથે કરો, જે સેંકડો ભાષાઓમાં ઉપલબ્ધ છે.
સાહિત્યની લાઇબ્રેરી
· ૧,૦૦૦થી પણ વધારે ભાષામાં પુસ્તકો, નાની-મોટી પુસ્તિકાઓ અને લેખો ડાઉનલોડ કરો. ૧૦૦થી વધારે સાઇન લેંગ્વેજમાં પણ સાહિત્ય ડાઉનલોડ કરો.
વીડિયો અને ઑડિયો કાર્યક્રમ
· બાઇબલ આધારિત વીડિયો, પ્રવચનો, ડ્રામા અને કાર્ટૂન સીરિઝ જેવા અલગ અલગ કાર્યક્રમનો આનંદ માણો.
સંગીત
· બ્રૉડકાસ્ટિંગના ગીતોની સાથે સાથે ‘ખુશીથી ગાઓ’—ગીતો, નવા ગીતો અને ઑર્કેસ્ટ્રલનો આનંદ માણો.
દરરોજનું વચન
· દિવસની શરૂઆત દરરોજનું વચન અને એની સાથે ઉત્તેજન આપનાર વિચારો વાંચીને કરો.
સભાઓ
· અઠવાડિયા દરમિયાન અને અઠવાડિયાના અંતે થતી સભાના કાર્યક્રમ એક જ જગ્યાએ મેળવો.
શોધો
· કોઈ કલમ, એની માહિતી અને કોઈ વિષયને લગતી માહિતી શોધો.
વ્યક્તિગત બાઇબલ અભ્યાસ
· શબ્દો કે વાક્યો હાઈલાઈટ કરો, ખાસ મુદ્દા નોંધો અને એને અલગ અલગ નામ આપીને ટેગ કરો.
પ્લેલિસ્ટ
· સંગીત, વીડિયો, ઑડિયો કાર્યક્રમ કે ચિત્રોનું પ્લેલિસ્ટ બનાવો અને ચાહો એ નામથી ગોઠવો.
* JW લાઇબ્રેરી યહોવાના સાક્ષીઓની ઑફિશિયલ એપ છે, જે યહોવાના સાક્ષીઓ દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ રોજ અપડેટ કર્યું
9 એપ્રિલ, 2025